નિશાળ મારે જાવું છે
નિશાળ મારે જાવું છે
નિશાળ આજે ખૂલી ગઈ નિશાળ મારે જાવું છે,
મમ્મી જલદી તૈયાર કર ભણવા મારે જાવું છે,
નિશાળમાં જઈને મારે સાહેબને નમસ્તે કહેવું છે,
આશીર્વાદ લેવાને કાજ પગે મારે લાગવું છે,
પ્રાર્થનામાં બેસીને મારે ધ્યાન ખૂબ ધરવું છે,
પ્રાર્થના, ભજન, ધૂન ગાઈ પ્રભુનું સ્મરણ કરવું છે,
પ્રાર્થનામાં બેસીને મારે ઘડીયા ગાન કરવું છે,
રજાઓમાં ભૂલ્યાં બધું યાદ કરી લેવું છે,
મૂરઝાઈ ગયા છે છોડ બધા છોડને પાણી પાવું છે,
બગીચામાં બેસી મારે ગીત ખુશીનું ગાવું છે,
આવ્યા નથી મિત્રો મારા તેમને બોલાવવા જાવું છે,
સાથે બેસીને અમારે મધ્યાહન ભોજન જમવું છે,
રોજ નિશાળે જાવું છે ને હોશિયાર મારે બનવું છે,
ભણવામાં ધ્યાન લગાવી આગળ મારે વધવું છે.
