કીનારો જડતો નથી
કીનારો જડતો નથી
મઝધારે ભૂલો પડ્યો,
સહારો કોઈ મળતો નથી,
ગાઢ અંધકારમાં મને,
કિનારો જડતો નથી.
દીવાદાંડી તમે બનીને આવો,
માર્ગ બતાવો મારા રામ,
કિનારો જડતો નથી.
ભોમિયા બનીને તમે રે આવો,
મંજિલે પહોંચાડો મારા શ્યામ,
કિનારો જડતો નથી.
નાવિક બનીને વ્હેલેરા આવો,
હલેસાં મારો નંદલાલ,
કિનારો જડતો નથી.
તારણહાર બની તમે રે આવો,
કૃપા કરોને ઘનશ્યામ,
કિનારો જડતો નથી.
ડગમગતી નૈયાને પાર ઉતારો,
આવો ને ગિરિધર ગોપાલ,
કિનારો જડતો નથી.
વસમી વેળાએ તારો સહારો,
સહાય કરો ને મારા નાથ,
કિનારો જડતો નથી.
