STORYMIRROR

MANILAL ROHIT

Tragedy

4  

MANILAL ROHIT

Tragedy

સમયની સાથે

સમયની સાથે

1 min
385

સમયની સાથે આજે જમાનો ઘણો બદલાયો છે,

જમાનાની સાથે આજે માણસ ઘણો બદલાયો છે,


સુખ સગવડો વધી માનવ ઘણો હરખાયો છે,

સગવડો સાથે અગવડો વધી, માણસ ઘણો પસ્તાયો છે,


ગુફાવાસી માણસ આજે મહેલોમાં પૂરાયો છે,

ઘરનાં ઘી, દૂધ ખાતો માણસ ફાસ્ટફુડમાં લલચાયો છે,


પગપાળા ચાલતો માણસ વાહનોથી ટેવાયો છે,

ચોખ્ખી હવા લેતો માણસ પ્રદૂષણથી ઘેરાયો છે,


સીધો સાદો માણસ આજે ફેશનમાં ફસાયો છે,

ભલો ભોળો માણસ આજે ટેન્શનમાં ગભરાયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy