STORYMIRROR

MANILAL ROHIT

Abstract Others

4  

MANILAL ROHIT

Abstract Others

ગરવી ગુજરાત

ગરવી ગુજરાત

1 min
8

ગરવી ગુજરાત મારી ગરવી ગુજરાત,

ખાવાં છે ગુણલાં મારે દિનરાત.


ગુજરાતી હોવાનું ગૌરવ મને,

ગુજરાતીના ડંકા વાગે બધે.


ગાંધી,સરદારની ભૂમિ અણમોલ,

ભોળી છે પ્રજા ને મીઠા છે બોલ.


ગરવા ગિરનારની શોભાનો નહીં પાર,

લીલી પરિક્રમાનો છે મહિમા અપાર.


આરાસુર ડુંગરે મા અંબાનો વાસ,

ભાદરવી પૂનમનો જબરો ઉલ્લાસ.


વૌઠા ને તરણેતરમાં મેળા ભરાય,

ભાતીગળ સંસ્કૃતિનાં દર્શન ત્યાં થાય.


કચ્છના રણમાં પહોંચ્યાં નર્મદાનાં નીર,

તરસી ધરતીનાં કેવાં ખૂલ્યાં તકદીર.


નવલી નવરાત્રીનો તહેવાર ઉજવાય,

ગરબા ને રાસની રમઝટ ખેલાય.


મણિલાલ વાલજીભાઈ રોહિત "સહજ"


Rate this content
Log in

Similar gujarati poem from Abstract