STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

4  

MANILAL ROHIT

Inspirational

વિયોગની વેદના

વિયોગની વેદના

1 min
388

અઘરી હોય છે વ્યથા વિયોગની સહેવી ઘણી,

કપરી હોય છે પીડા વિયોગની વેઠવી ઘણી.


આવતી હોય છે યાદો, સાથે વિતાવેલ ક્ષણોની,

ઊંઘ હરામ કરે છે રાતો મુશ્કેલ છે કાઢવી ઘણી.


થાય છે અશાંત મન ને બેચેન રહે છે દિલ સદા,

વેદનાઓ વિયોગની કઠીન છે જીરવવી ઘણી.


તૂટી જાય છે સ્વપ્નોના મહેલ નિરાશ થવાય છે,

વિયોગની વેદનાઓ દુષ્કર છે સમજવી ઘણી.


ધાર્યું થાય છે ધણીનું લાચાર છે આ માનવી,

અણધારી વિદાયને અઘરી છે પચાવવી ઘણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational