અમર રાખડી
અમર રાખડી
બહેના વીરને બાંધે છે અમર રાખડી રે,
આવ્યો રાખીનો તહેવાર,
હૈયે આનંદનો નહીં પાર,
સુંદર સજીને શણગાર,
બહેના આવ્યાં વીરને દ્વાર,
બહેના વીરને બાંધે છે અમર રાખડી રે,
રાખડીમાં મોતીનો ચમકાર,
આભલાં ભર્યાં રેશમ તાર,
એમાં હેત ભર્યું અપાર,
વીર તમે બનજો રક્ષણહાર,
બહેના વીરને બાંધે છે અમર રાખડી રે,
ભાઈ લાવ્યા છે ઉપહાર,
બહેના કરજો તમે સ્વીકાર,
આશિષ આપજો વારંવાર,
વીરનો સુખી રહે સંસાર,
બહેના વીરને બાંધે છે અમર રાખડી રે,
