STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

3  

MANILAL ROHIT

Inspirational

સાચી રીત

સાચી રીત

1 min
151

ઉપકાર બધા ભૂલી જવા એ તો કેવી પ્રીત છે ?

મદદ કરનારનું ભલું કરવું એ જ સાચી રીત છે,


અપકાર ઉપર અપકાર કરવો ભૂલ મોટી થાય છે,

અપરાધીને માફ કરવો એ જ સાચી રીત છે,


લાખ કરો ઉપકાર છતાં દુશ્મન બની જાય છે,

દુશ્મનને પણ પ્રેમ કરવો એ જ સાચી રીત છે,


દ્વેષ રાખે મનમાં ને ઈર્ષાળુ બની જાય છે,

વેરઝેરને ભૂલી જવાં એ જ સાચી રીત છે,


ભૂખ્યાને ભોજન આપવું મોટી સેવા ગણાય છે,

પરોપકારી જીવન જીવવું એ જ સાચી રીત છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational