STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

4  

MANILAL ROHIT

Inspirational

આઝાદીનો ઉત્સવ

આઝાદીનો ઉત્સવ

1 min
397

આઝાદીનો ઉત્સવ આવ્યો આનંદ અનેરો થાય,

દેશભરમાં થાય ઊજવણી ત્રિરંગો લહેરાય,


શુભ દિન આવ્યો આજે કેવો રાષ્ટ્રગીતો ગવાય,

રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી કેવી અપાય,


અંગ્રેજોને વિદાય કીધા ભારતમાતા હરખાય,

દેશમાં ઊગ્યું નવલું પ્રભાત દેશવાસી મલકાય,


દેશભક્તિનાં ગીતો ગવાય શહીદોને યાદ કરાય,

દેશભક્તોની કુરબાનીને ભૂલી કેમ જવાય ?


અહિંસક લડત લડીને આઝાદી આમ લેવાય,

સત્ય અહિંસાના શસ્ત્રોથી વિશ્વ આખું સ્તબ્ધ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational