કદર કોઈ કરતું નથી
કદર કોઈ કરતું નથી
1 min
397
કરે છે કામ, એની કદર કોઈ કરતું નથી,
ફરે છે કામ વગર, કારણ કોઈ પૂછતું નથી,
જીવે છે માણસ ખબર કોઈ લેતું નથી,
આવે છે તેડું, મનેખ ત્યાં સમાતું નથી,
ડરે છે બધા, સાચું કદી કહેવાતું નથી,
કહે છે બધા મોઢું વાઘનું ગંધાતું નથી !
લડે છે ઘણા, કારણ સાચું કોઈ કહેતું નથી,
નડે છે એટલે સાચું કોઈ બતાવતું નથી,
જાણે છે બધું પણ કોઈ જણાવતું નથી,
આવે છે હસું ઘણું પણ હસાતું નથી.
