STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

4  

MANILAL ROHIT

Inspirational

લાગણીનું સરોવર

લાગણીનું સરોવર

1 min
309

લાગણીના સરોવરમાં તરી જવાય છે,

નફરતના ખાબોચિયાં ડૂબી મરાય છે.


સ્થળ ને કાળનાં બંધનો ક્યાં નડે છે ?

હેત હોય હૈયામાં તો નિશદિન યાદ કરાય છે.


વસે દૂર દૂર સ્વજનો છતાં ક્યાં ભૂલી જવાય છે ?

લાગણી છે એટલે તો રોજેરોજ ખબર પૂછાય છે.


લાગણીઓ ક્યાંક ક્યાંક આથમતી દેખાય છે,

માનવ સાથે જ્યાં ભેદભાવની ભીંત ચણાય છે.


આવે છે આંસુ આંખમાં વૃદ્ધાશ્રમોમાં ભીડ જોવાય છે,

વેદનાઓ મૂંગી નીરખીને દુઃખી બહું થવાય છે.


અબોલ પ્રાણીઓ સાથે ક્રુર વ્યવહાર થાય છે,

ચિત્કાર પીડાના સુણીને હચમચી જવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational