STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

4  

MANILAL ROHIT

Inspirational

આભાસ તારો થાય છે પ્રભુ

આભાસ તારો થાય છે પ્રભુ

1 min
304

હર ક્ષણે હર પળે અનુભવ તારો થાય છે પ્રભુ,

નામ તારું લેતાં જ આભાસ તારો થાય છે પ્રભુ,


મારા હ્રદયમાં વાસ તારો થાય છે પ્રભુ,

હૃદયના ધબકારમાં અહેસાસ તારો થાય છે પ્રભુ,


રોજ રાત્રે સૂવડાવે છે, ઊંઘમાં સંભાળ રાખે છે પ્રભુ,

વહેલી સવારે જગાડે છે, વિશ્વાસ તારો થાય છે પ્રભુ,


ખાધું બધું પચાવે છે લોહી લાલ બનાવે છે પ્રભુ,

શક્તિ ઘણી આપે છે ભાસ તારો થાય છે પ્રભુ,


સૂર્ય ચંદ્રને ચમકાવે છે રોશની ફેલાવે છે પ્રભુ,

દિનરાત ભજન કરું છું સહવાસ તારો થાય છે પ્રભુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational