પિતાજી
પિતાજી
મારા પિતાજી
પૃથ્વી પરના એ તો
છે ભગવાન
માતા પિતાની
તુલના છે કઠિન
જગ ભરમાં
એ વટવૃક્ષ
પરિવાર વનના
છે છત્રછાયા
મા બાપ છે
માથે તો આર્શીવાદ
મુશળધાર
ઝગમગાટ
જીવનભર સાથ
માત પિતાનો
જીવનભર
હેત હેલી વરસે
માત પિતાની
વ્હાલની વેલી
રણ મહીં છાંયડી
મા બાપની
પરમેશ્વર
પૃથ્વી તણા છે તાત
જિંદગીભર
પ્રભુને જોયા
અવની પર જોને
પિતાજી રૂપે
મોભી છે એ તો
મારા પરિવારના
પ્યારા પિતાજી
સપનાં સાચાં
સાકાર કરતા એ
પિતા મહાન
