રવિવાર
રવિવાર
1 min
221
રવિવાર એટલે રવિવાર,
સપ્તાહનો છેલ્લો વાર,
રજાનો મજાનો દિવસ,
ખુશીઓ લાવે અપાર,
રવિવાર એટલે રવિવાર,
સપ્તાહનો છેલ્લો વાર,
અઠવાડિયાનો ઉતારે થાક,
હરતાં ફરતાં સૌ પરિવાર,
રવિવાર એટલે રવિવાર,
સપ્તાહનો છેલ્લો વાર,
દિવસ તો ઝટ વીતી જાય,
જાણે લાગે કોઈ તહેવાર,
રવિવાર એટલે રવિવાર,
સપ્તાહનો છેલ્લો વાર,
દેવ મંદિરોમાં ભક્તોની ભીડ,
'રાકેશસિંહ' અમારો લેખનવાર,
રવિવાર એટલે રવિવાર,
સપ્તાહનો છેલ્લો વાર.
