STORYMIRROR

RakeshSinh Solanki

Romance

4  

RakeshSinh Solanki

Romance

ચાલ ફરવા જઈએ

ચાલ ફરવા જઈએ

1 min
331

છત્રી ખોલીને ચાલ ફરવા જઈએ,

દિલથી બોલીને ચાલ ફરવા જઈએ.


આભથી રે વરસે એતો વરસાદ,

શબ્દો તોલીને ચાલ ફરવા જઈએ.


મન પણ જાણે આજે મુશળધાર,

વાતો કેરી જોલીને ચાલ ફરવા જઈએ.


તારી ધીમી ગતિ એટલે અમીછાંટણા,

છે બટકબોલીને ચાલ ફરવા જઈએ.


અનરાધાર વરસે એ તો જાણે હેલી,

સજી ચણીયા ચોલીને ચાલ ફરવા જઈએ.


તન મન આજ એની સંગે ભીંજાયું,

આભે રંગોલીને ચાલ ફરવા જઈએ.


મેહ,મેઘ,વૃષ્ટિ,વર્ષા, રૂપ એવાં નામ,

'રાકેશસિંહ' યાદો છોલીને ચાલ ફરવા જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance