ડોક્ટર અને દવાખાનું
ડોક્ટર અને દવાખાનું
દિલને દિમાગથી કામ કરે છે ડોકટર,
હરતું ફરતું આખું ગામ કરે છે ડોકટર,
માંદગીની મુસીબતમાં મુકાયો માનવી,
રોગને બધાં ઠરીઠામ કરે છે ડોક્ટર,
દર્દી દર્દ દવા દેખરેખથી દવાખાનું,
સોહામણું રૂડું ધામ કરે છે ડોક્ટર.
સદાય સ્મિત રેલાતું એમના મુખડે
ખર્ચમાં તોય ઓછા દામ કરે છે ડોક્ટર.
લાગણીને માંગણી સમાન સૌની સમજે,
સંતોષનો છલકતો જામ કરે છે ડોક્ટર.
દવાખાનું જો બને મંદિર 'રાકેશસિંહ',
દેવ સમાન મુકામ કરે છે ડોકટર !
