STORYMIRROR

RakeshSinh Solanki

Others

4  

RakeshSinh Solanki

Others

રાખડી

રાખડી

1 min
274

રાખડીનાં મૂલ કદી ન અંકાય !

વર્ષોથી એનો મહિમા ગવાય !


અતૂટ હેતને પ્રેમનું પ્રતિક,

બેનથી બંધુના હસ્તે બંધાય !

રાખડીનાં મૂલ કદી ન અંકાય !

વર્ષોથી એનો મહિમા ગવાય !


રક્ષા કાજે ઉતારી આરતી,

ભાલે કુમકુમ તિલક કરાય !

રાખડીનાં મૂલ કદી ન અંકાય !

વર્ષોથી એનો મહિમા ગવાય !


ઓવારણાં ઉર ઉમંગે લઈને,

મોઢું ગળ્યું પરિવારનું કરાય !

રાખડીનાં મૂલ કદી ન અંકાય !

વર્ષોથી એનો મહિમા ગવાય !


' રાકેશસિંહ ' તહેવારોની મજા,

રક્ષાબંધન તો ઉત્સવ બની જાય !

રાખડીનાં મૂલ કદી ન અંકાય !

વર્ષોથી એનો મહિમા ગવાય !


Rate this content
Log in