જ્ઞાનનો ભંડાર
જ્ઞાનનો ભંડાર
1 min
403
ગુરુ જ્ઞાનનો છે ભર્યો ભંડાર ..!
દૂર કરે જીવનનો અંધકાર ..!
તડકાને છાંયડાની આવનજાવન,
મનમાંથી મેલનો દૂર કરે ભાર ..!
ગુરુ જ્ઞાનનો છે ભર્યો ભંડાર ..!
દૂર કરે જીવનનો અંધકાર ..!
જિંદગીની ચાલ શતરંજ સમી,
તૂટેલાં સાંધીદે પલમાં એ તાર ..!
ગુરુ જ્ઞાનનો છે ભર્યો ભંડાર ..!
દૂર કરે જીવનનો અંધકાર ..!
જીવન વનની કાંટાળી લાગે કેડી,
સંગાથે સુધરી જાય અવતાર ..!
ગુરુ જ્ઞાનનો છે ભર્યો ભંડાર ..!
દૂર કરે જીવનનો અંધકાર ..!
' રાકેશસિંહ ' ઉપકાર ન ભૂલાય,
ગુરુના પ્રતાપે તો તરીએ સંસાર ..!
ગુરુ જ્ઞાનનો છે ભર્યો ભંડાર ..!
દૂર કરે જીવનનો અંધકાર ..!
