ડગલે ને પગલે
ડગલે ને પગલે
1 min
336
ડગલે ને પગલે જીવનમાં આવતી પરીક્ષા !
નિત નવા જ સવાલ સંગે લાવતી પરીક્ષા !
સરિતા આપે ઊંચા પહાડથી પડવાની,
સાગરમાં ભરતી ઓટની ચાલતી પરીક્ષા !
મેઘરાજાની જાણે ચારેક માસ વરસવાની,
જગતના તાતને બારેમાસ વવાતી પરીક્ષા !
સૂરજને ઊગવાની, ચાંદલિયાને ખીલવાની,
તિમિર પર પ્રકાશની જાણે છવાતી પરીક્ષા !
ફૂલડાંને ફોરમની, ફળ ધાન્યને જાણે સ્વાદની,
' રાકેશસિંહ ' હરપળ ગીત થૈ ગવાતી પરીક્ષા !
