માહોલ સજાવી દો
માહોલ સજાવી દો
વરસાદી માહોલમાં આ દિલનાં જખ્મો ભરી દો,
મધુર યાદોથી તડપતા મનડાંને ઝગમગતું કરી દો,
જાગી છે અભિલાષાઓ આ મદમસ્ત માહોલમાં,
વિરહની વેદના દૂર કરવા મેઘધનુષી રંગ ભરી દો,
પ્રણયમંદિરે અમારા કમી વર્તાય છે આજ તમારી,
અણધાર્યુ આગમન કરી આ માહોલ સજાવી દો,
મેઘબૂંદી મલ્હારો જેમ તરબતર કરે તરસી ધરાને,
આશ્લેષમાં લઈ મુજને મિલન મદમસ્ત કરી દો,
વસુંધરાને તરબોળ કરે આજ ધોધમાર મેહુલિયો,
અનહદ પ્રેમ વરસાવી વિયોગની દાઝને બુઝાવી દો.
