STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

3  

Purvi sunil Patel

Inspirational Others

ઉજવીએ દિવાળી

ઉજવીએ દિવાળી

1 min
200

વહાલનાં બે શબ્દ કહીને ઉજવીએ દિવાળી,

સ્નેહની સરગમ વહાવીને ઉજવીએ દિવાળી,


એકલતા કે સંગાથ, ભલે રહે જિંદગીનાં ભાગ,

લાગણીનાં બે શબ્દો કહીને ઉજવીએ દિવાળી,


જિંદગીની ભાગદોડમાં ભૂલ્યાં સ્વજનોનો સાથ,

વાર તહેવારે મળતાં રહીને ઉજવીએ દિવાળી,


દ્વારે બાંધીએ તોરણ આશનાં ખંખરીને ઉદાસી,

ઉમંગનાં તરવરાટ ભરીને ઉજવીએ

દિવાળી,


દીવડાઓ પ્રગટાવીએ ભલે એક કે હો અગણિત,

સમજણતણું તેલ રેડીને ઝળમગાવીએ દિવાળી,


સાથિયા પૂરીએ રંગબેરંગી આંગણિયું સજાવીએ,

ભીતર જ્ઞાનનો દીપ પ્રગટાવીને મનાવીએ દિવાળી.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational