સ્વીકારી શકો
સ્વીકારી શકો
ગમા, અણગમાનો ભાવ જો ત્યજી શકો,
મળે સાચું જ્ઞાન તો જીવનમાં ઉતારી શકો,
સુખ ને દુ:ખ તણી આંધી ભલે ઊઠતી રહે,
હરિ ઈચ્છા માનીને સ્વયંને સંભાળી શકો,
સાચી સમજણ કેળવી અગર ચાલી શકો,
તો જ કારણ હો કેટલાંયે બધાં ઉકેલી શકો,
સત્યનાં માર્ગે ચાલવાની અગર હિંમત કરો,
અસત્યની સામે તમે સ્વયંને સંભાળી શકો,
તમન્ના હો સફળતાનાં શિખરો સર કરવાં,
પણ શર્ત એટલી અહમને ઓગાળી શકો,
હૃદય મંદિરમાં આતમરૂપે વસ્યા છે પ્રભુ,
માટે જ મનમાંથી રાગ-દ્વેષને હટાવી શકો,
સ્વચ્છતા ત્યાં પ્રભુતા વાત સમજી શકો,
સ્વચ્છ રાખી ઘર એક મંદિર બનાવી શકો,
સંબંધો બંધાયા કરે ઋણાનુંબંધનાં પ્રતાપે,
હરિ ઈચ્છા સમજી સઘળું સ્વીકારી શકો.
