ઈશ્વર એનું સર્જન કરતો
ઈશ્વર એનું સર્જન કરતો
જગમંદિરે કેવો ઓપે, મન પંખીનો માળો !
ભાળી હૈયું મારું ડોલે ! મન પંખીનો માળો.
સૂરજ ઊગે ઊઠી જાતો, આળસ ને ખંખેરી,
આવન જાવન સાથે જીવે, મન પંખીનો માળો.
ઈશ્વર એનું સર્જન કરતો, હળવા હાથે મલકી,
બીબાં જુદાં તો પણ શોભે, મન પંખીનો માળો.
રંગ અલગ ને ભાષા જુદી, રીતિ નોખી છો ને,
રહેતો સંપી, સ્નેહે કોળે, મન પંખીનો માળો.
હું કોણ અને ક્યાંથી? રૂડી સમજણ ધરતાં ઉરે,
અંતર 'શ્રી' નું કાયમ મોહે, મન પંખીનો માળો.
