ફાવી ક્યાં શકાય છે !
ફાવી ક્યાં શકાય છે !


આ જગતને કશું સમજાવી ક્યાં શકાય છે,
મારાંથી એ જગ્યાએ ફાવી ક્યાં શકાય છે !
પછી હું મુશ્કેલીને ખંખેરી હળવો કેમ થાઉં,
વ્હેતા પાણીમાં વેદના વહાવી ક્યાં શકાય છે !
ધારું તો ઈશ્વરને કહું, મને ઈશ્વર બનાવી દે,
પણ આ બાબતે એને શરમાવી ક્યાં શકાય છે !
સ્વર્ગ મળે એવી કલ્પના હું રોજ કરું છું પણ,
જીવીત રહીને ત્યાં ઘર વસાવી ક્યાં શકાય છે !
તમે થયાં આભ અને અમે ધરતી બની ગયાં,
તમારી સાથે અમને સરખાવી ક્યાં શકાય છે !