રહસ્ય
રહસ્ય
રહસ્ય પર પડદો પડે છે કેમ ?
ને હૃદયે ધ્રાસ્કો પડે છે કેમ ?
આતો વાત હતી બ્રહ્માંડ લોકની,
અવકાશે સૂર્ય અધ્ધર ફરે છે કેમ ?
છે ચાંદની પુરી અવકાશી સફરે
પછી ઝાકળે ચાંદની ભરે છે કેમ ?
તારલિયા નાના, ટીમટીમ આકાશે
સૂર્યથી પણ મોટા, એવું બધા કહે છે કેમ ?
મંગળ ને વલયદાર શનિ ક્યાં નજરે દેખાય ?
પછી હાથની રેખાએ બની નસીબ, નડે છે કેમ ?
સુંદર આકાશગંગાઓ દૂરબીને દેખાય,
નરી આંખે ફક્ત તારલાઓ જડે છે કેમ ?
શુ વિસાત આ બ્રહ્માંડની સામે આપણી ?
છતાંય માનવમાં "અહંભાવ" જડે છે કેમ ?
