તારો સંગાથ
તારો સંગાથ
અથાગ પરિશ્રમ બાદ મળેલો પ્રસાદ છે તું,
જીવનભર ધબકારાનો એક વિશ્વાસ છે તું.
કોઈ મહેલો કે જાહોજલાલી ના કૈ જોઈએ,
મારા સ્વપ્ન સફરી સાચુકલો રાજકુમાર છે તુ.
આગિયા સમ અલગારી જાત બની જીવું છું,
મારી દુનિયાની મનગમતી સોનેરી રાત છે તું.
અંતર તણા ઉંડાણે કાયમી વસવાટ કરી ગયો,
જન્માતરી હૈયૈ સ્થાયી મુસાફર મિરાત છે તું.
કવનો ખુટવા લાગે કાગળે જ્યારે કંડારુ તને,
ઈશ તણો મુજ મળ્યો અલગારી ઉપહાર છે તું.
પવિત્ર અઝાન સમ ભર્યો લાગણી તણો દરિયો,
નિહન આરતી તણો નોખો પવિત્ર કૈક નાદ છે તુ.

