તને ખબર છે
તને ખબર છે
તને ખબર છે જીવનના રસ્તાઓ આડા અવળા હશે જ,
ભુલથી કે જાણીને ક્યારેય કે વારંવાર ભુલ થઈ જાય.
સાથે ચાલતા હોય
એક સફરે તો એકબીજાને સાચું ખોટું કહેવાય પણ જાય,
એકબીજાને સમજતા હોય તોય અમુક વાર બધી બાબતો સરખી ના હોય
ત્યારે સમજણ ઓછી પડે એ સ્વાભાવિક છે.
હા જેને અધરો રસ્તો પાર કરેલો છે
એના માટે ખાડા ટેકરાવાળા પહાડો ચઢવા રહેલા છે જેમકે તમે.
પણ જેને શરુંઆત થીજ ફુલ જેવા જ રસ્તા પર ચાલ્યુ હોય
એને આડા ટેકરા રસ્તા પર ચાલવા મજબૂત હાથ અને સાથ જોઈ ને..
એક સફરે સાથે નિકળા હોય તો કંઈ અડધા રસ્તે સાથ છોડવાનો ના હોય,
પણ આપણા સાથી ને સહકાર સહારો આપી એ રસ્તા પાર કરવા મદદ કરાય અનેસાથે સફર માણવાની હોય..
ભુલ માણસ થી જ થાય કેમકે ખામી વિના નુ માણસ હોવુ અશક્ય છે.
તો આપણુ પાત્ર મળ્યુ છે
એની ખામી ને સ્વીકાર કરીને એને સહકાર આપીને જીવતર જીવવુ અઘરુ તો નથી...
એવુ મારુ માનવુ છે...
_ નિધી નિહન
