Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu N Chauhan

Romance Inspirational

4  

Nimu N Chauhan

Romance Inspirational

પ્રેમની ક્ષણ

પ્રેમની ક્ષણ

1 min
20


ઝગડો થાય બાદ નિઃશબ્દ એકમેકનો ચહેરો જોયા કરવો એ પ્રેમની ક્ષણ છે,

બાહ્ય દેખાવ નહીં અંત: લાગણીએ હો અલગારી વળગારો એ પ્રેમની ક્ષણ છે.


ભીડભાડ ભરી બજારે નાના બાળક સમ ત્યાં ઝાલી હાથ રસ્તો એ ઓળંગાવે,

સુરક્ષા કવચ બની સંગ ચાલે ખુદ હાથે ખવડાવતો સિંગદાણો એ પ્રેમની ક્ષણ છે.


પળભરમાં મગજ ગરમે એલફેલ હરફ ઉચ્ચારે નાક પર હો બેઠેલો ગુસ્સો જાણે,

બહુ સહજ કોમળ સ્મિત કરી હળવા મૂડ હો મનાવતો એ પ્રેમની ક્ષણ છે.


સવારનો સુર્યોદય અને રાતનો સુર્યાસ્ત એનાં વિના સાવ ભાષે અધુરાં અધુરાં,

દિવસની અઢળક વાતો થતાંય રહેતો બાકી વાતોનો ભંડાવરો એ પ્રેમની ક્ષણ છે.


હ્રદય તણો ધબકાર એમા આતમ તણો ઉત્સાહ એમાં શુન્યતા સઘળી એના વિના,

નિહન જીવતરની એ આખરી મંઝીલ દરેક અડચણ હંફાવતો એ પ્રેમની ક્ષણ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance