મા
મા
મા કહો બા કહો કે ભલે કહો મમ્મી,
વાત્સલ્ય વીરડીમાં ના આવે ઓટ કદી.
સંતાનની સફળતા કાજ પથ્થરોય પુજતી,
એક માં જ છે જે રાખે બાધાને આખડી।
વસતા ભલે વિદેશ દિકરો કે દિકરી,
પળેપળ રહેતી ચિંતાતુર એ માવડી.
હોય ચારદિવારોની અંદર જ મા રહેતી,
આવી પડે વિપદા સાહસ અનેક ખેડતી।
હોય ના જે ઘર પરિવારમા માની હયાતી,
એમનુ જીવન છે અમાસની અંધારી રાતડી.
અગણિત ઉપકાર કર્યા મા બાળપણ સીંચી,
દઝાડશો ના ક્યારેય એ માની આતરડી.
ચાલતા શિખવ્યુ જે મા એ પકડીને આંગળી,
બની શકાય તો બનજો વૃધ્ધાવસ્થાની લાકડી.
કરશો સેવા ચાકરી તો ઠરશે માની આતરડી,
માતૃઆશિશથી મોટી નથી કોઈ દૈવત્ય શક્તિ.
