વરસાદી સાંજ
વરસાદી સાંજ
વરસાદી સાંજ
આભે ઘેરાયા કાળાં ડીબાંગ વાદળો ચારેકોરુ,
ઉછળતું હૈયું ભીંજાવા રહ્યું છે જે હજુ કોરુ.
થનગનતા મોર સમ ચિતડુ ચડ્યું છે હિલોળે,
વરસી રહ્યું ટીપે ટીપે પ્રેમ વરસાદી નિરનુ ટોળું.
વ્હાલમ સંગાથે લથપથ પલળવા આતુર દલડું,
ઝબકારે વિજળી સાજન સંગ ઉમેર્યું સ્નેહ મોજું.
હાથોમાં હાથ ધોધમાર વરસાદી માહોલ સાથ,
નિતરે છે તળબતર આતમ લગ વડીલને છોરું.
વેરાન લાગે જીવતર જો ના હોત ર્ઋત વરસાદી,
નિહન જાણે હોત સાત વાન ભોજનમાં કૈક મોરુ.
- નિધી મોહન નિહન
- જામનગર

