STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational Others

3  

nidhi nihan

Tragedy Inspirational Others

તિરંગો

તિરંગો

1 min
8

તિરંગો

આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા આતુરતા છે,

હરઘર તિરંગા લહેરાય એ બુમાબુમની ભરપુરતા છે.

કોઈ પુછશે જરા જઈને એ ધ્વજને એની મરજી શુ?

દરેક સાલ થોડી વાર ફરકવાની એનેય ક્ષુલભતા છે.

ક્યારેક લપેટાય વીર શહીદ પર ક્યારેક રસ્તે રઝડતાં,

ક્ષણો અસહ્ય પીડામા એ નિ:શબ્દ રહી સળગતા છે.

શૌર્ય તણુ તિરંગાનુ ઉચ્ચ સ્થાન બિરાજેલ ખરુજ ,

બેરોજગારી,ભ્રષ્ટાચાર રાક્ષસ સામે કેમ ઝુકવતા છે.

થોડી ગરીમા જળવાય તોજ તિરંગો લહેરતો ‌રાખવો,

સાંજ પડે તમાશબીન સમ એ તિરંગાને શરમાવતા છે.

- નિધી નિહન - જામનગર


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy