STORYMIRROR

nidhi nihan

Romance Tragedy Inspirational

3  

nidhi nihan

Romance Tragedy Inspirational

હમરાહી

હમરાહી

1 min
170

અડીખમ ઊભી છું થડને બાથ ભીડીને એક વેલ છું,

એના વિશ્વાસનું જતન કર્યે જીવવું ક્યાં એલફેલ છું,


અનેક સીમાડાઓ ઓળંગી આગળ ચાલી નિકળી છું,

સપનાં સંઘરી ભીતર વલોપાત કરું એવી ક્યાં જેલ છું,


દરેક મોસમે અનુકૂળ એવા વહેતા વાયરા સમ વ્હાલમ,

પનિહારી ઈંઢોણીએ ઝીલતા છલોછલ પાણી હેલ છું,


છેડી ના કોઈ જંગ સરળ રીત કરી એ પ્રણયની પ્રહર,

મીરાં સમ એના નામે અંત: આતમ ઘાટા રંગે રંગેલ છું,


નોખા મારગે ચિલા ચિતરવા સંગ સફરે હાલી નીકળ્યા,

એ મોહન મોરપીંછનો મોર હું અલગારી એની ઢેલ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance