STORYMIRROR

nidhi nihan

Romance

4  

nidhi nihan

Romance

તારી મુસ્કાન

તારી મુસ્કાન

1 min
27

તારી મુસ્કાનમા નિર્દોષતાનુ ઝરણું વહે છે,

મારા દરેક પળમાં તું નવલું શમણું રચે છે.


તારા સંગાથ વિના ક્યાં કંઈજ છું હૂં હવે,

મારા નામ‌ સાથે તારા નામનું ઘરેણું સજે છે.


મારી થાકી ચુકેલી આંખોનો વિસામો એમાં,

એક નજર ભર તુ જોવે એવું રટણુ રચે છે.


ઓરતાં નથી પાળ્યા લગીરે મોંધેરા મૂલના,

સ્નેહ તાંતણાનુ જો સદૈવ હૈયે તપણું તપે છે.


મોહન મીરાં સમ યુગયુગાતરે સંગાથ ફળે,

નિહન શીશ ઝુકાવી ઈશ સમ ઘણું કહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance