STORYMIRROR

Pushpa Maheta

Romance

3  

Pushpa Maheta

Romance

અકબંધ છે

અકબંધ છે

1 min
13.8K


એક મોતી છીપલીમાં અકબંધ છે,

આપણો સંબંધ પણ અકબંધ છે.

આંખ કાયમ હોય છે સચ્ચાઈને,

ને બધા સપના સદાયે અંધ છે.

દોડ જલ્દી દોડ ઓ ઈચ્છા હરણ,

એ જ પરિચિત સાંજની મધુગંધ છે.

તે દીધેલું મખમલી એક મોરર્પીંછ,

એ સ્મરણ હૈયે હજી અકબંધ છે

હો અજાણ્યા તોય લાગે આપણા,

જન્મના કેવા ઋણાનુબંધ છે?

હું ગઈ વર્ષો પછી એને નગર,

ને નિહાળ્યું દ્વાર બેઉ બંધ છે.

જન્મના અને મોતના સંદર્ભમાં,

જીવ અને શિવનો અતુટ સંબંધ છે.

આપ જેને ડાળ માની ઝૂલતાં,

વૃક્ષના ઝૂકી ગયેલા સ્કંધ છે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance