STORYMIRROR

Pushpa Maheta

Romance Inspirational

3  

Pushpa Maheta

Romance Inspirational

શબ્દના મોતી

શબ્દના મોતી

1 min
14K


શબ્દના મોતી પરોવીને સજાવી છે ગઝલ,

મખમલી ફૂલમાં ઝબોળીને સજાવી છે ગઝલ.

યાદનું લઇ મોરપીંછ સુગંધી સ્મરણો માણતા,

ઊર્મિ દરિયે પ્રીત ઢોળીને સજાવી છે ગઝલ.

પાંખ ફેલાવી સમય દોડી રહ્યો છે બાવરો,

પળ વિપળ એકેક ખોળીને સજાવી છે ગઝલ

સ્નેહમાં તો વેદના, આઘાત પીડા પણ મળે,

એટલે આંસુને ધોળીને સજાવી છે ગઝલ.

ત્યાગના આધારથી ઊભું એ ઘર મંદિર છે,

ત્યાગમાં વૈરાગ્ય મોળીને સજાવી છે ગઝલ.

શબ્દ સેતુ શબ્દ સાથી એ અનંતની પ્યાસ પણ,

શબ્દના ખેતરને ખોળીને સજાવી છે ગઝલ.

જોખમી હર શ્વાસની છે આવ જા સંભાળજો,

શ્વાસમાં શ્રધ્ધા ઝબોળીને સજાવી છે ગઝલ.

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance