STORYMIRROR

Alpa Vasa

Romance

3  

Alpa Vasa

Romance

તો ?

તો ?

1 min
320


વાત મારી જો તને સમજાય તો,

દેજે હોંકારો મને દેવાય તો.


પ્રેમની સરખી રમત છે બેઉની,

કેમ ચાલે એકથી જીતાય તો ?


બેંકમાં જઈ ખાતુ ખોલાવું તરત,

હેતનું લેણું જો પૂરું થાય તો.


હાથ ઝાલી ચાલવામાં ડર નથી,

ચાલશે, એકેથી ના દોડાય તો ?


પથ્થરોમાં સ્મિત રેલાવી લઉં,

ટાંકણું જો હાથમાં પકડાય તો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance