“વનિતા”
“વનિતા”


વનિતા તો છે વિધાતા
છતાં શોષાતી એ સર્વદા
રહેતા એના ચક્ષુએ અક્ષુ સદા
બસ, થોડી કરો એની કદર
વનિતા તો છે વહેતી સરિતા
જીવનના હર એક તબક્કે,
પ્રેમની લ્હાણી કરતી પૂજ્યતા
બસ, થોડી કરો એની કદર
વનિતા એમાં છે ગહન સ્થિરતા
સુખ દુઃખ હો, હો ફૂલ કે કાંટા,
હર સ્થિતિમાં રાખે એ અતિ સમતા
બસ, થોડી કરો એની કદર
વનિતા એનામાં અખૂટ વાત્સલ્યતા
મા બહેન, દિકરી, પત્નિ પુત્રવધુ,
છે હરએક સંબંધમાં ઈશ સમ વ્યાપકતા
બસ, થોડી કરો એની કદર
વનિતા કરવા પુરવાર સાર્થક્તા,
ઘર પરિવાર, સંતાનનું જીવન,
ખોઈ બેસે સહજમાં ખુદની મુગ્ધતા
બસ, થોડી કરો એની કદર
વનિતા સતત સહેતી સંકુચિતતા?
એના કાજે સઘળા અલગ નિયમ
જીંદગી પૂર્ણ કરતી, દુઃખ સઘળા ખમતી
બસ, થોડી કરો એની કદર
વનિતા એ જનેતા,
એ જ સર્વ સુખ દાતા
દેતી સૌના જીવને શાતા
અમાપ છે એની ક્ષમતા
બસ, થોડી કરો એની કદર