સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસ


દિવસો પર જાય દિવસ,
વર્ષો પર વિતે વરસ.
આવ્યો આજ તોંતેરમો.
આપણો સ્વતંત્રતા દિવસ.
ઉજવાય પર્વો ભારતમાં અનેક
પણ છે આ સૌમાં અતિ ખાસ,
લાડલો સ્વતંત્રતા દિવસ.
ચઢ્યા વીરો અનેક જ્યારે,
બલિદાનની વેદી પર ત્યારે,
જોયો સ્વતંત્રતા દિવસ.
કેસરી, સફેદ ને લીલો,
લહેરાયો મુક્ત હવામાં તિરંગો,
સલામ સ્વતંત્રતા દિવસ.
મુજ તિરંગાનો આજ જન્મદિન,
થયો તોંતેર વર્ષનો જુવાન,
રહે ઉન્નત મસ્તક હજારો વરસ
મારો સ્વતંત્રતા દિવસ.