મારી અડચણ
મારી અડચણ


મને એ પૂર્ણ સ્ત્રી બનાવતી
તેથી થોડી થોડી ગમતી.
પણ પછી હું થાકી એથી,
ખૂબ બનતી અડચણ મને,
મારા દરેક કાર્ય અને ગતિવિધિમાં
મારી એ અડચણ.
હાશ.....,
થયો કેવો હાશકારો મને,
જ્યારે ગઈ એ છોડી મન.
હવે ન વેડફાશે
મુજ રક્ત
મુજ વક્ત
બસ, બીજું કંઈ નહીં
પિંજરમાંથી છૂટ્યું
પંખી ફક્ત.