STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

હળવાશ ૧૨

હળવાશ ૧૨

1 min
105

ભગવી પહેરો પાઘડી હળવાશમાં,

કર્મોની બાંધો ગાંસડી હળવાશમાં.


એ નામ સૌને ધુંટવા નવરાશ ક્યાં ?

લો પ્રેમથી બસ થાબડી હળવાશમાં.


શાને મુખેથી વેણ કડવા બોલવા ? 

લ્યો, ગોળ ચગળો ગાંગડી હળવાશમાં.


ડરવું નહીં આંખો ને મનના ઝેરથી,

બાંધો બધાને રાખડી હળવાશમાં.


શ્રદ્ધા ને વિશ્વાસે તરાશે ભવદધિ, 

ઇશ્વરના નામે નાવડી હળવાશમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational