STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

મારું ગુજરાત

મારું ગુજરાત

1 min
24K

ધન્ય ધન્ય ગુજરાત.. હો.. ધન્ય ધન્ય ગુજરાત...

દશે દિશામાં તારા વાગે ડંકા ગુજરાત...


ગરવી પ્રજા ગુજરાતી ને ગરવો પ્રદેશ ગુજરાત,

સુખ શાંતી ને સમૃદ્ધિથી 

છલકાતો ગુજરાત.

ધન્ય ધન્ય ગુજરાત...


તાપી, નર્મદા, સાબરમતી, શત્રુંજય, ઓજત

સમ કૈંક નદીના નીર પખાળે ગુજરાત. 

ધન્ય ધન્ય ગુજરાત...


સહ્યાદ્રિ, ગિરનાર, પાવાગઢ, સાપુતારા, તારંગા

શોભતા મુગટ સમ માથે ગુજરાત. 

ધન્ય ધન્ય ગુજરાત...


દ્વારકા, સોમનાથ, પાલિતાણા, 

અંબાજી,ડાકોર પાવનકારી,

ચૈત્યભૂમિથી ઝળહળે ગુજરાત.

ધન્ય ધન્ય ગુજરાત...


કર્કવૃત્ત કમરબંધ ને સાવજની છે ભોમ,

કાંકરે કાંકરે ખાંભી, ખુમારી, ખમીર ને ખંત.

ધન્ય ધન્ય ગુજરાત...


નરસિંહ, ગાંધી, સરદાર, શાસ્ત્રી,

મોરારજી, નર્મદ, મેધાણી સમ,

સપુતોની જન્મદાત્રી ગુજરાત.

ધન્ય ધન્ય ગુજરાત...


સાહસમાં શિરમોર ને ધંધામાં બનીયા જ્ઞાન,

સદીઓ સુધી બનાવે ગાથા ગુજરાતની મહાન. 

ધન્ય ધન્ય ગુજરાત...

હો...ધન્ય ધન્ય ગુજરાત..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational