માડી
માડી


ખૂબ સહજતાથી ઉકેલતી,
વ્યવહાર અને સંબંધોની ગાંઠ,
જાણે અંબોડાની ઉકેલતી ગાંઠ,
મારી માડી...
પલકવારમાં ફરી વળતી,
ઘર આખામાં, વાળવા અંબોડો,
જેમ ફેરવતી વાળ હથેળીમાં.
મારી માડી...
પાલવ ખોસી, અંબોડો વાળી,
જાણે કામ શરૂ કરતા પહેલાનાં,
એ શ્રી ગણેશ એમ કરતી.
મારી માડી...
માન મર્યાદા ઓઢીને ફરતી,
સરી ન જાય પાલવ તેથી,
અંબોડાને સ્ટેન્ડ બનાવતી.
મારી માડી...