મારું વતન
મારું વતન
મારું વતન, મારું રતન.
હું તો કરું એનું જતન.
છે જન્મભૂમી મ્હારી,
શાને કરું એનું પતન.
મારું વતન, મારું રતન.
હું તો કરું એનું જતન.
ભોળી, સરળ એની પ્રજા,
ઈશથી ડરી એ કરે કરમ.
સંભાળે ને વર્ધન કરે,
પ્રકૃતિને માને ધરમ.
મારું વતન, મારું રતન.
હું તો કરું એનું જતન.
સૌ લાગે એને પોતિકા,
ના પારકા સમ કો ભરમ.
ચાંદી, નગદ, સોનું નહીં,
પશુધન કરે ખીસ્સું ગરમ.
મારું વતન, મારું રતન.
હું તો કરું એનું જતન.