મા
મા
થાય ગુસ્સે જ્યાં પિતા, તો ઢાલ સમ છે મા
કામ છોડી દોડતી, ઉપરાણું લે છે મા
હાથમાં જાદૂઈ સ્પર્શ એ સદા રાખે
દર્દ સઘળું છૂમંતર, થઈ જાય એ છે મા
કોકથી નજરાઈ જશે બાળ એ બીકે
રોજ મીઠ્ઠું રાઈ માથે ફેરવે છે મા
વાંક પુત્રનો કાઢશે નહીં ભૂલથી ક્યારેય,
ને વખાણો પારકા સામે કરે છે મા
બાળ એનામાં સતત ઘબકે છે ધબકારે
દેહથી દઈ દેહ આ, ઈશ્વર બની છે મા