લાગણી
લાગણી

1 min

283
લાગણીએ માર્યા ટકોરા હળવા
હદયનાથ દ્વાર ઉઘાડો થોડા
હેત અને વહાલ ઊભા છે બહાર
કરે છે ધીમા ધીમા તમને સાદ
રાગ દ્વેષને તમે લઈને બેઠા
અંદર જઈ એ ખૂબ ફૂલ્યા ફાલ્યા
લાગણીએ માર્યા ટકોરા હળવા
નફરત તો છે લાવા જીવતો
કાઢી બહાર એને ફેંકો આઘો
પ્રેમ ક્ષમા ને હુંફ ખુદમાં વહાવો
છે એ અકસીર મલમ મારા
લાગણીએ માર્યા ટકોરા હળવા
હદયથી હદયને મળવા દો હદયનાથ
લાગણીઓ મારી બધી વહેવા દોહદયનાથ
લાગણીએ માર્યા ટકોરા હળવા