STORYMIRROR

Alpa Vasa

Others

4.0  

Alpa Vasa

Others

માતા

માતા

1 min
264


ધૂંધળી આંખે નજર કરતી હશે,

નેજવે મા યાદ થર કરતી હશે, 


ક્યાંય ગઈ નહીં સત્યની એ ખોજમાં,

બુદ્ધ થાવામાં જો ઘર કરતી હશે, 


મા સુગંધી ધૂપ, સળગીને થતી,

ઘર મંદિર એ તરબતર કરતી હશે, 


બાપ છત, મા મોભ થઈ ઘર સાચવે,

વ્યવહારે એ કસર કરતી હશે, 


કેટલી ઊકેલે કાયમ ગૂંચ મા,

ઈશ બની જગમાં સફર કરતી હશે,


પ્રાર્થના, આશા, દુઆ માનો કસબ,

જાદુ હાથોનો અસર કરતી હશે,


સૂર્ય આડે મા ધરે પાલવ સદા, 

એમ કુદરતને ખબર કરતી હશે.


Rate this content
Log in