હૈયે વસેલ એક વાત
હૈયે વસેલ એક વાત
મુજ હૈયે વસેલ એક વાત કહું છું,
તુજ હદયે દિન રાત રહું છું,
સર્વસ્વ ગમે છે મને તુજ જીવનનું
આવેલ તુજ પર ઘાત ગ્રહુ છું,
ટુકડે ટુકડે ન મળવાનું ગમેં મને હવે
આખેઆખી તારી મુલાકાત ચહુ છું,
આજ થી હું- તું બન્યાં આપણે
હવે તું ન તું છે હું ન હું છું.