કૃષ્ણ ગાથા
કૃષ્ણ ગાથા
1 min
151
રાજકુળે છે જન્મી આ કૃષ્ણ ગાથા,
તે છતાંયે જેલ પામી આ કૃષ્ણ ગાથા,
જિંદગીનો સાર સમજવો હો તો પછીથી,
વાંચવા લાગો તમે આ કૃષ્ણ ગાથા,
આ મહાભારત યુદ્ધમાં સારથી જે બન્યાં,
હા વિષાદ પાર્થનો ટાળતી એ કૃષ્ણ ગાથા,
રક્તનો સંબંધ છો રહ્યો કંસથી તે છતાંયે,
જો કરે છે તેમનો વધ એ કૃષ્ણ ગાથા,
રાસલીલા આ જગતમાં કોઈ ભૂલી ના શકે છે,
પ્રીતને જેમણે મંત્ર બનાવ્યો એ કૃષ્ણ ગાથા.