Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

આરતી સોની

Romance

3  

આરતી સોની

Romance

હેપ્પી મેન્સ ડે - હું અને તું

હેપ્પી મેન્સ ડે - હું અને તું

1 min
265


જો હું અને તું માંથી એકવાર સરવાળો બાદબાકી કરીએ તો શું બચે ખબર છે તને ? મીંડું !!! કેમકે તારા વિના હું મીંડું જ છું. હું બકબક કરતી કોયલડી અને તું મૌનધારી બાબા.. મારી બકબકને તું આંખોમાં સમાવી સમજીને સાંભળે છે. તું એને ગણગણાટ કહે છે બકવાસ નથી કહેતો એ મને ગમે છે. તારું શાંત રહેવું મને ગમે છે. હું એટલે થનગનાટ કરતી ઢેલ અને તું એટલે મને જોયા કરતો મોર.. તારી મૌન આંખોમાં સમાઈ જવાની તાકાત એટલે હું. એ શાંત વમળો વચ્ચે સંઘર્ષ કરીને હું દરિયો ખેડ્યાં જેટલી ફીણ ફીણ થઈ જાઉં છું.. આટલું બધું વાંચીનેય તું તો ચૂપચાપ મૂંગો જ રહીશ ખરું ને ? અમને તો આ બધી ખબર હતી જ એટલે તો 'લવ યુ જિંદગી' કહીને પવનની પાંખો પહેરીને 'ચાલ જીવી લઈએ.' જીવવું જ છે તો કાલ પર નહીં અત્યારે જ જીવી લઈએ.. 'જિંદગી ફિર ના મિલેગી દુબારા.'


Rate this content
Log in