આંખોના ભીનાં ખૂણા
આંખોના ભીનાં ખૂણા
કેટકેટલા ભાર લઈને ફરવાનું
માથા પર..
જરાક આ સંબંધમાં
હળવું કોઈ એક નાનકડું
વેકેશન આપ..
ભીતર અફળાતા
ખાલી સગપણને હકીકતથી
વાકેફ કર..
એકલતાના
ખાબોચીયે વિખૂટાં પડેલાં,
એ સમજણનાં વાદળો
સાથે મુલાકાત કરી આપ..
રાતભર ઊંઘ નથી આવતી,
આવી કોરી આંખોમાં,
થોડા સપના ભરી આપ..
હે ઈશ્વર..
બસ હવે આ ભાર
સહન નથી થતો..!