કંકુ પગલી
કંકુ પગલી
1 min
345
જ્યાં ઘરમાં તારી કંકુ પગલીઓપડી,
દિલ હરખાણાં, હૈયું મારું ગદગદ,આંસુ સારે,
ખુશીઓની છોળો રણઝણી,
રુમઝુમ રુમઝુમ ઝાંઝર રણકાણાં,
શ્વાસમાં હું ધૂધરીઓ ટાંકું,
મીંઢળ જેવું તારું કઠણ કાળજું,
પોચા રૂ જેવા મુલાયમ હૈયે,
વમળો સરજાણાં,
હાક પાડી ઘરની દિવાલો જગાડે
જ્યાં તારી પગલીઓના,
વિદાય વેળાના એંધાણ વરતાણાં.